ફાઈનાન્શિયલ કોમેન્ટેટર અને CNBCના મેડ મની શોના હોસ્ટ જીમ ક્રેમરે 1987 જેવા 'બ્લેક મન્ડે'ની આગાહી કરી છે. ક્રેમરે આ માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા વિશ્વભરના દેશો પર લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફને જવાબદાર ગણાવ્યા.
જો ટ્રમ્પ નિયમોનું પાલન કરતા દેશોને રાહત નહીં આપે, તો 1987ની પરિસ્થિતિ- ત્રણ દિવસનો ઘટાડો અને ત્યારબાદ સોમવારે 22% ઘટાડો- મોટા ભાગે સંભવ છે, ક્રેમરે જણાવ્યું હતું. એ જાણવા માટે આપણે વધુ રાહ જોવી પડશે નહીં. આ સોમવાર સુધીમાં જાણી શકાશે.
મેગા-કેપ ટેક કંપનીઓ પર બુલિશ વલણ અપનાવ્યું હતું. તે સમયે શેર લગભગ 15 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જાન્યુઆરી 2025માં, તે 150 ડોલરની નજીક પહોંચી ગયો હતો. એનો અર્થ એ કે, તેમનો કોલ સાચો સાબિત થયો.