અયોધ્યામાં રામમંદિરના દાન માટે ભાજપ 26 જાન્યુઆરીથી 25 માર્ચ સુધી દરેક લોકસભા મતવિસ્તારમાંથી 9 થી 10 હજાર લોકોને અયોધ્યા મોકલશે. આ સમયગાળા દરમિયાન દેશભરમાંથી લગભગ 3.5 કરોડ કાર્યકરો અયોધ્યા પહોંચશે. બીજી તરફ ભાજપના આ અભિયાનને 2024ની લોકસભા ચૂંટણીની તૈયારીઓ સાથે જોડવામાં આવી રહ્યું છે.
‘અયોધ્યા ચલો દર્શન કરો’ અભિયાનને મોટા પાયે સફળ બનાવવા માટે બુધવારે ગ્રાઉન્ડ ઝીરો ખાતે સમીક્ષા કરાઈ. જેના માટે પ્રથમ બેઠક સંઘના પદાધિકારી સાથે, બીજી બેઠક રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ સાથે અને ત્રીજી બેઠક અધિકારીઓ સાથે યોજાઈ હતી.