Jio યુઝર્સ માટે સારા સમાચાર છે. રિલાયન્સ જિયોની 5જી સર્વિસનું બીટા ટ્રાયલ દશેરા એટલે કે 5 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યું છે. આ સેવા દેશના 4 શહેરો દિલ્હી, મુંબઈ, કોલકાતા અને વારાણસીમાં શરૂ કરવામાં આવશે. અત્યારે આ સેવા ઇન્વિટેશનના આધારે છે, એટલે કે, હાલના Jio વપરાશકર્તાઓમાંથી માત્ર અમુક પસંદગીના વપરાશકર્તાઓને જ આ સેવાનો ઉપયોગ કરવા માટે પસંદ કરવામાં આવશે.
આ સાથે યુઝર્સને વેલકમ-ઓફર પણ મળશે, જે અંતર્ગત યુઝર્સને 1Gbps સુધીની સ્પીડ અને અનલિમિટેડ 5G ડેટા મળશે. આમંત્રિત વપરાશકર્તાઓ Jio True 5G સેવાનો અનુભવ કરશે અને તેમના અનુભવોના આધારે, કંપની વિગતવાર 5G સેવા શરૂ કરશે. 'અમે કાળજી કરીએ છીએ' એટલે અમે તમારી કાળજી રાખીએ છીએ, Jioનું True-5G આ મૂળભૂત મંત્ર પર બનેલું છે. તે શિક્ષણ, આરોગ્ય સંભાળ, કૃષિ, કૌશલ્ય વિકાસ, નાના, મધ્યમ અને મોટા સાહસો, IoT, સ્માર્ટ હોમ અને ગેમિંગ જેવા ક્ષેત્રોને સંપૂર્ણપણે પરિવર્તિત કરશે અને તેની સીધી અસર 140 કરોડ ભારતીયો પર પડશે.