વૈશ્વિક સ્તરે છેલ્લા કેટલાક સમયથી સતત વધી રહેલા વ્યાજદર વધારાના કારણે દેશમાં વ્યાજદર વધતા બેન્કિંગ સેક્ટરના ધિરાણ પર જોવા મળી છે. બેન્કિંગ સેક્ટરમાં નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કંપનીઓ ઓછી લોન લઈ રહી છે. બેન્કોની ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિ ફેબ્રુઆરીમાં ઘટીને 7%ના ગ્રોથ સાથે 12 મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી. પરિણામે પર્સનલ લોન અને NBFCને આપવામાં આવતી લોન પર બેંકોની નિર્ભરતા વધી છે.
RBIના મતે ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિ 13.6 ટકાના દાયકાના ઉચ્ચ સ્તરે પહોંચી હતી. ખાદ્ય જરૂરિયાતો સિવાયના હેતુઓ માટે લેવામાં આવેલી બેંક લોન ની તુલનામાં, ઔદ્યોગિક ધિરાણ વૃદ્ધિ વધુ ધીમી પડી.
કૃષિ ક્ષેત્ર કરતાં ઉદ્યોગોને ઓછી લોન
આરબીઆઈના અહેવાલ અનુસાર તમામ બેંકોએ ફેબ્રુઆરીમાં પૂરા થયેલા 12 મહિનામાં કુલ 18.4 લાખ કરોડ રૂપિયાની નવી લોન આપી હતી. તેમાં ઉદ્યોગોને અપાયેલી લોનનો હિસ્સો 11.65 % એટલે કે રૂ. 2.14 લાખ કરોડ હતો. તેની સામે કૃષિ માટે 2.15 લાખ કરોડ રૂપિયાની લોન આપવામાં આવી હતી. એટલે કે કૃષિ ક્ષેત્ર કરતાં ઉદ્યોગોને ઓછી લોન આપવામાં આવી હતી.