ભારતે T-20 શ્રેણીની ત્રીજી મેચમાં ઝિમ્બાબ્વેને 23 રને હરાવ્યું છે. આ જીત સાથે ટીમે 5 મેચની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે. સિરીઝની ચોથી મેચ 13 જુલાઈએ રમાશે.
હરારે સ્પોર્ટ્સ ક્લબમાં બુધવારે ટીમ ઈન્ડિયાએ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને 20 ઓવરમાં 4 વિકેટે 182 રન બનાવ્યા. 183 રનના ટાર્ગેટને ચેઝ કરતા ઝિમ્બાબ્વે 20 ઓવરમાં 6 વિકેટે 159 રન જ બનાવી શકી હતી. ટીમે 39 રનમાં 5 વિકેટ ગુમાવી દીધી હતી.
અહીંથી ડીયોન માયર્સે 49 બોલમાં 65 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે ક્લાઈવ મદાંદે સાથે છઠ્ઠી વિકેટ માટે 77 રનની ભાગીદારી કરીને આશાઓ વધારી, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં. ભારતીય ટીમ તરફથી વોશિંગ્ટન સુંદરે 3 વિકેટ ઝડપી હતી. જ્યારે આવેશ ખાને 2 વિકેટ લીધી હતી.