જેતપુરના રેલ્વેના જુના પુલ પાસે રેલ્વે ટ્રેકની બાજુમાંથી કોઈ અજાણ્યા યુવાનનો કોહવાઈ ગયેલ હાલતમાં દુર્ગંધ મારતો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલ મોકલી મૃતક યુવાનની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી.
શહેરના રેલ્વેના જૂના પુલ પાસે સામે કાંઠે જવાના રોડના ખૂણા પર રેલ્વે ટ્રેકની બાજુમાં એક મૃતદેહ પડ્યો હતો. આ ઉદ્યોગનગર પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચીને મૃતદેહ જોતા અતિ દુર્ગંધ મારતો અને કોહવાઈ ગયેલ હાલતનો એકદમ કાળો પડી ગયેલ હતો. મૃતદેહ બેસેલ હાલતમાં હોય આ અજાણ્યા જેવા યુવાનને હાર્ટઅટેક અથવા તો કોઈ ઝેરી સરીસૃપ કરડી ગયું હોવાનું અનુમાન લગાવાય રહ્યું છે. મૃતદેહ દુર્ગંધ મારતો અને ઈયળો પડી ગઈ હોવાથી મૃતકના મોતને ૪૮ કલાક જેટલો સમય થઇ ગયો હોવાનું પણ અનુમાન લગાવાય રહ્યું છે.