રોકાણ પ્રત્યે યુવાવર્ગનો અભિગમ છેલ્લા કેટલાક સમયથી બદલાવા લાગ્યો છે. ઇક્વિટી માર્કેટ પ્રત્યે રોકાણકારોમાં વધી રહેલી જાગૃત્તા દર્શાવે છે રોકાણકારોની વધતી સંખ્યા. એનએસઇ માર્કેટ પલ્સના જુના અહેવાલ મુજબ રાજ્ય મુજબ રિટેઈલ ક્લાયન્ટ ખાતેદારોની વાત કરીએ તો પાંચ વર્ષમાં જે બદલાવ આવ્યા છે તેમાં વર્ષ 2020માં સૌથી વધુ રિટેઈલ ક્લાયન્ટ 19% મહારાષ્ટ્રમાં, અને ગુજરાતમાં 12% પછી ઉત્તર પ્રદેશ 8% અને પશ્ચિમ બંગાળ 7% પર હતું ,જો કે હાલમાં યુવા રોકાણકારો ઉમેરાવાને પગલે નંબર વન પર મહારાષ્ટ્ર 17% હિસ્સો અને બીજા નંબરે ઉત્તર પ્રદેશ 11% સાથે છે અને ત્યાર પછી ગુજરાત 9 ટકાનો હિસ્સો ધરાવે છે.
કેશ માર્કેટમાં ડેઈલી ટર્નઓવર વર્ષ મુજબ ગણીએ તો 2017માં એવરેજ દૈનિક ટર્નઓવર રૂ. 20,400 કરોડ હતું તે વર્ષ 2021 માં રૂ. 61800 કરોડ થયું હતું જે FY 25માં રૂ.1.22 લાખ કરોડ પહોંચી ગયું છે . આમ દેશભરમાં રિટેઈલમાં ટોપ ડિસ્ટ્રિક્ટમાં દિલ્હી ,મુંબઈ, પુને ,બેંગ્લોર બાદ અમદાવાદ અને સુરત આવે છે. ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લાઓના સૌથી વધુ રોકાણકારો સ્ટોક માર્કેટમાં ભાગ લઈ રહ્યા છે તેને જોઈએ તો, રાજ્યમાં સૌથી વધુ રોકાણકારો અમદાવાદ અને સુરતમાં 17 -17% છે આમ રાજ્યમાં ૩૪ ટકા રોકાણકારો તો અમદાવાદ અને સુરત બે સિટીના છે.