Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કંપનીઓ હવે મોટા પાયે ખાસ કરીને ટેક્નોલોજીમાં નિપુણ અને જાણકાર હોય તેવા સ્ટાફની ભરતી કરવાને પ્રાધાન્ય આપી રહી છે. જેને કારણે વર્ષ 2021ની તુલનાએ વર્ષ 2022 દરમિયાન બ્લૂ અને ગ્રે કૉલર જોબ્સની માંગમાં ચાર ગણો વધારો થયો હતો. મેન્યુઅલ કામ કરનારને બ્લૂ કોલર વર્કર કહે છે. તેમને કામના કલાકોના હિસાબથી મહેનતાણું ચૂકવાય છે. જ્યારે ગ્રે કોલર વર્કર મેન્યુઅલ તેમજ ટેક્નિકલ તેમ બંને રીતે કામ કરવા માટે સક્ષમ હોય છે.


કંપનીમાં ટેકનિકલ જાણકારી ધરાવતા કર્મચારીઓની માંગને લઇને ટ્રેન્ડ પર નજર કરીએ તો નવેમ્બર 2021 દરમિયાન બ્લૂ અને ગ્રે કોલર જોબ્સની 26.27 લાખ વેકેન્સી હતી. નવેમ્બર 2022માં તે વધીને 1.05 કરોડ થઇ ચૂકી છે. જે તેમાં સતત વધી રહેલી માંગ તરફ ઇશારો કરે છે. કંપનીઓ અત્યારે આધુનિકીકરણ, ઓટોમેશન તેમજ વર્ક મોડલ પર ફોકસ કરી રહી છે. માંગ અનુસાર પ્રોડક્ટિવિટી અને કાર્યક્ષમતા વધારી શકાય.

60% પદો પર ટેકનિકલ કૌશલ્ય ધરાવતા કર્મચારીઓની ભરતી: 2020માં બ્લૂ અને ગ્રે કોલરની વચ્ચે અંદાજે 60% પદો પર ટેકનિકલ સ્કિલ ધરાવતા કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી.

મેન્યુ., વેરહાઉસ-માઇનિંગમાં વધુ માંગ
બ્લૂ કૉલર વર્કર્સ શારીરિક શ્રમ વધુ કરતા હોવાથી મેન્યુફેક્ચરિંગ, વેરહાઉસિંગ તેમજ માઇનિંગ સેક્ટરોમાં તેમની માંગ વધુ જોવા મળે છે. જ્યારે ગ્રે કોલર વર્કર્સની વધુ માંગ ડિજીટાઇઝેશન તેમજ ઓટોમેશન જેવા સેગમેન્ટમાં છે. આ લોકો નિવૃત્તિ બાદ પણ કોઇને કોઇ પ્રવૃત્તિ કરતા રહે છે. તેમની પાસે વિશેષ ટેકનિકલ લાઇસન્સ, ડિગ્રી, ડિપ્લોમા તેમજ સર્ટિફિકેટ હોય છે.