ઘણા રિયલ એસ્ટેટ પ્લેયર્સના મતે, અયોધ્યામાં જમીનની કિંમતો પાંચ વર્ષ પહેલા જેટલી હતી તેનાથી 5થી 10 ગણી વધી ગઈ છે. અને આ માત્ર શરૂઆત છે. રામમંદિરના નિર્માણ બાદ દરરોજ 3થી 4 લાખ પ્રવાસીઓ અયોધ્યા પહોંચે તેવી સંભાવના છે. જેમ જેમ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે તેમ તેમ ટાઉનશીપ અને હોટલોની સંખ્યામાં પણ વધારો થશે, જેના કારણે રિયલ એસ્ટેટના ભાવમાં વધુ વધારો થવાની ધારણા છે.
રિયલ એસ્ટેટની સાથે સાથે તેનાથી સંબંધિત શેર્સમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ટેન્ટ સિટી હોટલ અને રિસોર્ટ બનાવતી અને ભાડે આપતી કંપની પ્રવેગના શેરમાં છેલ્લા એક મહિનામાં 63%નો વધારો થયો છે. તે જ સમયે, અયોધ્યામાં મલ્ટિ-લેવલ પાર્કિંગનું નિર્માણ કરતી હોસ્પિટાલિટી મેનેજમેન્ટ આધારિત કંપની, અપોલો સિંદૂરી હોટેલ્સના શેરમાં 47%થી વધુનો વધારો થયો છે. આ સિવાય IRCTCના શેરમાં પણ લગભગ 20%નો વધારો થયો છે.