ભારતમાં જન્મેલા ડૉ. સમીર શાહ હવે BBCના નવા અધ્યક્ષ તરીકેની કમાન સંભાળશે. આ સપ્તાહે કિંગ ચાર્લ્સ III દ્વારા મંજૂર કરવામાં આવેલા ચકાસણીના તબક્કામાંથી પસાર થયા બાદ તેમની બીબીસીના નવા અધ્યક્ષ તરીકેની પુષ્ટિ કરવામાં આવી છે.
40 વર્ષથી યુકે બ્રોડકાસ્ટિંગમાં કાર્યરત 72 વર્ષીય ડૉ. સમીર શાહ આગામી ચાર વર્ષ એટલે કે 4 માર્ચ 2024થી માર્ચ 2028 સુધીના સમયગાળા માટે BBCના નવા અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળશે.