Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર દેશ રામમયી બન્યો છે ત્યારે સુરતમાં આજે શોભાયાત્રા, સુંદરકાંડ, હવન અને ભવ્ય ડાયરાઓનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ ભવ્ય શોભાયાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આખું સુરત શહેર રોશનીથી ઝગમગી ઊઠ્યું છે. લોકોમાં દિવાળી કરતા આજે બેવડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલી ટેક્સટાઇલ માર્કેટમાં ચારે તરફ રોશની લગાવવામાં આવી છે.


350 ડ્રોનની મદદથી આકાશમાં રામલલ્લાની આકૃતિ સાથે શ્રીરામ
અડાજણ વિસ્તારમાં પ્રાઈમાર્કેટ પાસે ભગવાને રામની 16 ફૂટ ઊંચી પ્રતિમા લગાડવામાં આવશે. લાઇટિંગ અને મોટો ભંડારો કરવામાં આવનાર છે. પ્રથમ વખત પાલમાં 350 ડ્રોનની મદદથી આકાશમાં રામલલ્લાની આકૃતિ સાથે શ્રીરામ પણ લખાશે. 30 મિનિટ સુધી ચાલનારા ડ્રોન શોમાં સીતા માતાની છબી અને નંબર વન સુરત લખાશે. યશ્રી ફાઉન્ડેશન દ્વારા પાલ ગૌરવપથ ગ્રીન સ્પાઈસ ચોક સામે શો થશે. આયોજક અવિનાશ મહેશ્વરીએ કહ્યું કે, ‘કાર્યક્રમમાં ગાંધીનગરથી ટીમ આવશે, 21મીએ રિહર્સલ થશે'.

આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મીની બજારથી નાના વરાછા સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે બે વાગ્યાથી યાત્રા શરૂ થશે. ઇસ્કોન મંદિર વરાછા દ્વારા મીની બજારથી માતાવાડી સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અલગ-અલગ સોસાયટીઓમાં લાઇટિંગ , રંગોળી, LED સ્ક્રીન લગાડવામાં આવી છે, જેથી કરીને પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ નિહાળી શકે. ડાયમંડ એસોસિએશન દ્વારા હનુમાન ચાલીસા પઠન કાર્યક્રમ અને આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું,

આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનું આયોજન
વેડરોડ કતારગામ ખાતે ભવ્ય રામ મંદિર પ્રાણ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં લાઇવ કોન્સેપ્ટ મિહિર માલવી હાજર રહેશે. અંદાજે 10 હજાર કરતાં પણ વધારે લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંજે 5:00 વાગ્યા છે, રાતે 11:00 વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલશે. આદર્શ રામલીલા ટ્રસ્ટ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વેસુ ખાતે સોમેશ્વર ચોક પાસે શોભાયાત્રાનું સમાપન થશે અને ત્યાં રામલીલા ભજવવામાં આવશે.