Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકાના સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (એસઇસી)ના એક્સ એકાઉન્ટથી બિટકોઇનની એક્સચેન્જ ટ્રેડેડ પ્રોડક્ટને મંજૂરી આપવાની ટ્વીટ બાદ વિશ્વભરના ક્રિપ્ટો માર્કેટમાં ઉથલપાથલ મચી ગઇ હતી. બિટકોઇનની કિંમત 48 હજાર ડૉલર ઉપર પહોંચી ગઇ હતી. જો કે SECના અધ્યક્ષ ગેરી જેન્સલરે બાદમાં પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટમાં સ્પષ્ટતા કરી કે એજન્સીના ખાતાને હેક કરીને આ ટ્વિટ કરવામાં આવી હતી.


બિટકૉઇન ઇટીએફના સંબંધમાં અનધિકૃત ટ્વિટ SEC અથવા તેમના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી ન હતી. પરંતુ તેની સ્પષ્ટતા થયા સુધીમાં ભારત સહિત વિશ્વભરના ક્રિપ્ટો માર્કટેમાં સક્રિયતા રહી હતી. ભારતમાં બિટકોઇનની કિંમત એક દિવસમાં અંદાજે 24-25 હજાર વધીને 39 લાખ રૂપિયા થઇ હતી. હવે ઇટીએફની મંજૂરીમાં વિલંબ થઇ શકે: આ વર્ષે બિટકોઇન ઇટીએફને મંજૂરી મળવાની અફવા છે. માર્કેટમાં એવી અફવા છે કે અમેરિકાનું SEC આ વર્ષે સ્પોટ બિટકૉઇન એક્સચેન્જ ટ્રેડેડ ફંડને મંજૂરી આપી શકે છે.

બ્લેક રોક એસેટ મેનેજમેન્ટ, વેનઇક, કલ્કારી ઇન્વેસ્ટમેન્ટ્સ, બિટવાઇઝ, ઇનવેસ્કો, ફિડેલિટી અને વિઝડમ ટ્રી જેવી એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ તેના માટે અરજી કરી છે. એટલે જ ક્રિપ્ટો માર્કટેમાં વર્ષની શરૂઆતથી જ તેજી જોવા મળી રહી છે. જો કે આ નકલી ટ્વિટ બાદ આ પ્રક્રિયામાં વિલંબ થઇ શકે છે.