Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રવિવાર, 9 ઓક્ટોબરના રોજ આસો મહિનાની પૂનમ છે. જેને શરદ પૂનમ કહેવામાં આવે છે. ધર્મ-કર્મ સાથે જ આયુર્વેદમાં પણ શરદ પૂનમનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. માન્યતા છે કે શરદ પૂનમની રાતે દેવી લક્ષ્મી પૃથ્વી ઉપર ભ્રમણ કરે છે. આ સમયગાળા દરમિયાન દેવી બધાને પૂછે છે કે ‘કો જાગૃતિ’ એટલે કોણ જાગી રહ્યું છે? આ કારણે શરદ પૂનમને કોજાગર પૂનમ પણ કહેવામાં આવે છે.


ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શરદ પૂનમની રાતે ચંદ્રનો પ્રકાશ ઔષધીય ગુણોથી ભરપૂર રહે છે. ચંદ્રનો પ્રકાશ આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ કારણે આ પૂનમની રાતે ઘરની બહાર ચંદ્રનો પ્રકાશમાં ખીર પકવવાની પરંપરા છે. ઘરની બહાર ખીર બનાવવાથી ચંદ્રના કિરણો ખીર ઉપર પડે છે, જેનાથી ખીરમાં ઔષધીય ગુણ આવી જાય છે.

ખીરની મિઠાસથી આપણને ગ્લૂકોસ મળે છે, જેથી તરત એનર્જી મળે છે, પરંતુ જે લોકોને શુગરને લગતી બીમારી છે, તેમણે ખીરનું સેવન કરવાથ બચવું જોઈએ. ખીરમાં દૂધ, ચોખા સાથે સૂકા મેવા અને કેસર મિક્સ કરવામાં આવે છે, આ બધી જ સામગ્રી આપણને ઊર્જા આપે છે અને ભૂખ શાંત કરે છે. ખીરના સેવનથી મન શાંત થાય છે અને પોઝિટિવિટી વધે છે.