Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતીય ટીમે T-20 શ્રેણીની છેલ્લી મેચમાં શ્રીલંકાને હરાવ્યું છે. શ્રીલંકાની ટીમે સુપર ઓવરમાં માત્ર 3 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે સૂર્યકુમારે પહેલા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી છે.


પલ્લેકેલે મેદાન પર ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 9 વિકેટે 137 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા 20 ઓવરમાં 8 વિકેટે 137 રન જ બનાવી શકી હતી. છેલ્લી ઓવરમાં શ્રીલંકાને જીતવા માટે 6 રનની જરૂર હતી. કેપ્ટન સૂર્યા પોતે બોલિંગ કરવા આવ્યો હતો અને તેણે 6 બોલમાં માત્ર 5 રન આપ્યા હતા. તેણે બે વિકેટ પણ લીધી હતી. 19મી ઓવરમાં રિંકુ સિંહે 2 રન આપીને બે વિકેટ ઝડપી હતી.