Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ન્યૂઝીલેન્ડે સતત બીજી જીત મેળવી છે. સોમવારે ટીમે બાંગ્લાદેશને 5 વિકેટથી હરાવ્યું. આ પરિણામ સાથે બાંગ્લાદેશ અને પાકિસ્તાનની ટીમો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. જ્યારે ગ્રુપ A માંથી ન્યૂઝીલેન્ડ અને ભારતની ટીમો સેમિફાઇનલમાં પહોંચી છે.


રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી. બાંગ્લાદેશે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 236 રન બનાવ્યા. ન્યૂઝીલેન્ડે 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કર્યો.

ન્યૂઝીલેન્ડ તરફથી રચિન રવીન્દ્રએ 105 બોલમાં 112 રનની ઇનિંગ રમી. તેણે 12 ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. ટોમ લેથમે 55 રન બનાવ્યા. માઈકલ બ્રેસવેલે 4 વિકેટ લીધી. બાંગ્લાદેશ તરફથી કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ 77 અને ઝાકિર અલીએ 45 રન બનાવ્યા.