Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મેષ

જીવનમાં પ્રાપ્ત થનારી નાની નાની ખુશીઓ પર ધ્યાન આપવાથી મન પ્રસન્ન રહેશે અને મોટા લક્ષ્યોને લઈને જે નારાજગી પેદા થઈ હતી તે દૂર થઈ જશે અને તમે ફરીથી ઉત્સાહિત થવા લાગશો. મિત્રો સાથેના
સંબંધોમાં સુધારો થતો જણાય. પરિવારના સભ્યો પ્રત્યેની નારાજગી દૂર કરવા માટે થોડો વધુ સમય લાગશે.
કરિયરઃ તમારા કાર્યસ્થળ પર કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલી મદદ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તે વ્યક્તિ તમને પ્રેરણા આપતી હોય તેવું પણ લાગશે.
લવઃ- રિલેશનશિપ સંબંધિત એવી બાબતો કે જેના પર તમે નિયંત્રણ મેળવવા માગતા હતા તે બાબતોને કેટલું મહત્ત્વ આપવું સ્પષ્ટ થઈ જશે, જેના કારણે તણાવ દૂર થશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર કરવાનો માર્ગ મળશે.
લકી કલર: લાલ
લકી નંબરઃ 3
***
વૃષભ
TEN OF WANDS
પરિવારના સભ્યોની તમારા પ્રત્યેની અપેક્ષાઓનું ભારણ તમે અનુભવી શકો છો. પરંતુ તમને તમારી જવાબદારીઓની સમજ હોવાના કારણે ક્ષમતા મુજબ તેને નિભાવવાના પ્રયાસો કરવામાં આવશે. જે બાબતોના કારણે તમે તમારી જાતને ઉદાસીન બનાવી રહ્યા હતા, તેમનો પ્રભાવ દૂર થઈ જશે. કામ સંબંધિત વધી રહેલી બાબતોમાં એકાગ્રતા મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે. આજે થોડો તણાવ અનુભવાશે પરંતુ પ્રયત્નો અનુસાર સફળતા પણ મળશે.
કરિયરઃ વિદ્યાર્થીઓ તણાવ અનુભવી શકે છે. લોકોની અપેક્ષાઓ કરતાં તમારા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાનું જરૂરી છે.
લવઃ- તમારા જીવનસાથી દ્વારા બોલવામાં આવેલા શબ્દોના કારણે પોતાના પ્રત્યે નારાજગી વધી શકે છે.
સ્વાસ્થ્યઃ- ઘૂંટણ સંબંધિત દર્દને અવગણશો નહીં.
લકી કલર: સફેદ
લકી નંબરઃ 7
***
મિથુન
KING OF SWORDS
તમારા માટે એ સમજવું જરૂરી છે કે તમારા સ્વભાવમાં વધતી કઠોરતાને કારણે તમે તમારી જાતને નુકસાન પહોંચાડી રહ્યા છો. ખોટા લોકોને મહત્ત્વ આપવાને કારણે માત્ર ખોટી વસ્તુઓ જ પસંદ કરવામાં આવી રહી છે, આ સાચી વાત તમે જલદી સમજી જશો. પૈસા સંબંધિત કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું.
તમે વસ્તુઓને સ્પષ્ટ રીતે સમજવાનો જેટલો પ્રયાસ કરશો, તમારા માટે આગળ વધવું તેટલું સરળ બનશે.
અહંકાર અને લોકો તરફથી મળતી ટિપ્પણીઓથી બચવાની જરૂર છે.
કરિયરઃ કરિયર સંબંધિત નિર્ણયો લેતી વખતે તમારા પોતાના વિચારો પર ધ્યાન આપો. લોકો દ્વારા તમને
હમણાંતો ટીકા- ટિપ્પણીઓ મળવાનું ચાલુ રહેશે.
લવઃ- તમારા માટે સંબંધ મહત્ત્વપૂર્ણ છે પરંતુ તે પણ મહત્ત્વનું છે કે, કઈ વ્યક્તિને પસંદ કરવામાં આવી રહી છે.
તે સમજવું જરૂરી છે.
સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઈ વધી શકે છે. આરામ કરવા પર ધ્યાન આપો.
લકી કલર: વાદળી
લકી નંબરઃ 1
***
કર્ક
FIVE OF PENTACLES
નારાજગી અને પૈસા સંબંધિત સમસ્યાઓ બંને દૂર થશે. કામ કરવાનો વધતો ઉત્સાહ તમારા માટે
યોગ્ય સાબિત થશે તેનાથીકાર્યને વિસ્તારવામાં સરળતા રહેશે. કેટલાક લોકો સાથે થઈ રહેલી ચર્ચાના કારણે તમને તમારી સમસ્યાના ઉકેલનો માર્ગ મળી જશે. કામ સાથે સંબંધિત કોઈપણ
નિર્ણય લેતા પહેલા તમારી માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખવી મહત્ત્વપૂર્ણ રહેશે. કંઈપણ વાતનું
જોખમ બિલકુલ ન લો.
કરિયરઃ- તમારા કાર્યસ્થળ પર કેટલાક લોકો દ્વારા તમને યોગ્ય સૂચનો આપવામાં આવશે.
લવઃ- સંબંધોના કારણે જે ઉદાસીનતા સર્જાઈ હતી તે દૂર થશે અને વસ્તુઓ જેમ છે તેમ સ્વીકારવામાં આવશે.
તમારા સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવું તમારા માટે શક્ય બનશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઈ દૂર કરવા માટે ડોક્ટર દ્વારા આપવામાં આવેલી સારવાર યોગ્ય સાબિત થશે. આરોગ્ય પર ધ્યાન રાખવાની જરૂર છે.
લકી કલર: નારંગી
લકી નંબરઃ 4
***
સિંહ
SEVEN OF PENTACLES
પૈસાના કારણે આજે કેટલીક બાબતો અટકેલી જણાય છે પરંતુ ચિંતાનું કોઈ કારણ રહેશે નહીં. તમે
બનાવેલી યોજનાઓ અને નિર્ધારિત લક્ષ્યાંકો પર ધ્યાન આપતા રહેવું મહત્ત્વપૂર્ણ રહેશે. પરિવારના સભ્યો માટે તમારો પક્ષ સમજવો શક્ય નથી. પરિવારના સભ્યો સાથે કામ સંબંધિત બાબતોની ચર્ચા ન થાય તેનું ધ્યાન રાખવું પડશે. આ સમયે પરિવારમાંથી કોઈ તમારી મદદ કરવા સક્ષમ નથી. આ વાતને નકારાત્મક રીતે ન લો.
કરિયરઃ કરિયરમાં આગળ વધવા માટે તમારા માટે કેટલીક બાબતોમાં નિપુણ હોવું જરૂરી છે. જો તાલીમની
કોઈ જરૂરિયાત હોય, તો તેનો તાત્કાલિક અમલ કરવો ખૂબ જરૂરી છે.
લવઃ- સંબંધોના કારણે જે ઉદાસીનતા પેદા થઈ હતી તેને દૂર કરીને તમારા જીવનસાથી અને પરિવાર પર ધ્યાન આપી શકશો
સ્વાસ્થ્યઃ- પગના દુખાવાની સમસ્યા વધી શકે છે.
લકી કલર: પીળો
લકી નંબરઃ 5
***
કન્યા રાશિ
ACE OF WANDS
અત્યાર સુધી દુવિધા સર્જતી હતી તે બાબતોને દૂર કરીને પરિસ્થિતિને સ્પષ્ટરૂપે સમજવી તમારા માટે શક્ય બનશે. એકાંતમાં સમય પસાર કરીને તમારી સમસ્યા વિશે વિચારો, તો જ તમે તમારી સમસ્યાનું પોતાની રીતે સમાધાન કરી શકશો. લોકો તરફથી જે સૂચનો આવી રહ્યા છે તે મહત્ત્વપૂર્ણ છે પરંતુ તમારા પોતાના વિચારોને પણ મહત્ત્વ આપતા શીખવાની જરૂર છે.
કરિયરઃ- કરિયરમાં નવી શરૂઆત દેખાઈ રહી છે. કામના કારણે પ્રસન્નતા રહેશે.
લવઃ- તમારા અને તમારા જીવનસાથીની વચ્ચે ઊભી થયેલી સમસ્યાઓને ઉકેલવા માટે કઈ બાબતોમાં સમાધાન કરવાની જરૂર છે તેની ચર્ચા થશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક નબળાઈ વધવાની સંભાવના છે. તમારા વિટામિન્સની તપાસ કરાવો
લકી કલર: લીલો
લકી નંબરઃ 2
***
તુલા
ACE OF PENTACLES
પૈસાને લગતા ઉતાર-ચઢાવના કારણે બેચેની અને ચીડિયાપણું આવી શકે છે. તમારા દ્વારા
મોટાભાગની બાબતો પર નિયંત્રણ મેળવવું શક્ય છે, પરંતુ માનસિક સ્થિતિ બગડવાના કારણે ખોટા નિર્ણયો લેવાનું પણ જોખમ છે. તમારી માનસિક સ્થિતિ સુધારવા માટે પ્રયાસ કરવો જરૂરી રહેશે. તો જ જીવનને લગતી દરેક બાબતમાં સુધારો કરવો શક્ય બનશે.
કરિયરઃ કરિયરમાં કામની ગતિ અપેક્ષા મુજબ રહેશે પરંતુ તમે કઈ જવાબદારીઓ સ્વીકારશો?
કૃપા કરીને તેનું કાળજીપૂર્વક અવલોકન કરો.
લવઃ- જીવનસાથી અને સંબંધ સંબંધિત જવાબદારીઓથી ભાગશો નહીં.
સ્વાસ્થ્યઃ- એસિડિટીથી ઊલટી અને અપચો થઈ શકે છે.
લકી કલર: વાદળી
લકી નંબરઃ 6
***
વૃશ્ચિક
THE WORLD
કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી એકાગ્રતા જાળવવી તમારા માટે મહત્ત્વપૂર્ણ રહેશે.જો તમને તક મળી રહી છે તો કાર્ય સંબંધિત મુસાફરી અવશ્ય સ્વીકારો. નવા લોકો સાથે તમારો પરિચય વધશે. વ્યક્તિત્વમાં સુધારો લાવશે જેના કારણે તમારા માટે જૂની સમસ્યાઓ દૂર થઈ શકે છે. આધ્યાત્મિક વસ્તુઓ સાથે જોડાયેલા રહેવાથી ભવિષ્ય સંબંધિત ભય અને નકારાત્મકતા દૂર થશે.
કરિયરઃ- જો તમે વિદેશમાં કામ કરવાની ઈચ્છા ધરાવો છો તો આ ટાર્ગેટ પર ફોકસ કરતા રહો, અચાનક તકો પ્રાપ્ત થઈ શકે છે.
લવઃ- જીવનસાથી સાથે વિતાવેલ સમયને કારણે તમે પ્રસન્નતા અનુભવશો. રિલેશનશિપના કારણે અન્ય બાબતોને અવગણવા ન દો.
સ્વાસ્થ્યઃ- શરીરમાં લોહીની ઊણપ થવાની સંભાવના છે. ખાવા-પીવાની સાથે આરામ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.
લકી કલર: રાખોડી
લકી નંબરઃ 4
***
ધન
QUEEN OF PENTACLES
અટવાયેલા પૈસા મેળવવા માટે પ્રયત્નો વધારવાની જરૂર પડશે. તમે જે લોકોને મદદ કરી છે
તેના વિશે બે વાર વિચારશો નહીં. જે પણ બાબતો તમને માનસિક રીતે અફસોસ કરાવે છે
તમારી જાતને તે વસ્તુઓથી દૂર રાખવી અને જેમાં તમે બદલાવ લાવી શકો છો તે બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું મહત્ત્વપૂર્ણ રહેશે. જૂની કોઈપણ સમસ્યા અચાનક દૂર થઈ જશે જેના કારણે તમે રાહત અનુભવી શકો છો.
કરિયરઃ- વેપાર ક્ષેત્ર અને રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ મહત્ત્વપૂર્ણ સાબિત થશે.
લવઃ- જો તમે તમારા પાર્ટનરની વાત સમજી શકતા નથી, તો તમે તમારા પાર્ટનરને આ વિશે જરૂરથી જાણ કરો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા મોટી ન બને તેનું ધ્યાન રાખવું પડશે.
શુભ રંગ: પીળો
લકી નંબરઃ 9
***
મકર
TWO OF CUPS
એવા લોકો સાથેના સંબંધો સુધારવા કે જેમની સાથે કોઈ કારણસર વાતચીત ઓછી થઈ ગઈ અથવા બંધ થઈ ગઈ છે જેની તક તમને ફરીથી મળી રહી છે. બંને પક્ષોએ જૂની ભૂલો ન થાય તેનું ધ્યાન રાખવું અને અહંકારને કાબૂમાં રાખીને પરિસ્થિતિને સમજવી મહત્ત્વપૂર્ણ રહેશે. લોકોની ભૂલો માફ કરતાં બીજી તક આપતા શીખવાની જરૂર છે. પરંતુ આ સમયે પોતાને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.
કરિયરઃ- તમારા દ્વારા આપવામાં આવેલા સૂચનોને કારણે કામકાજમાં ઘણી સમસ્યાઓનું સમાધાન થતું જણાય.
લવઃ- મુશ્કેલ સમયમાં તમારા પાર્ટનરને સપોર્ટ કરતા રહો. તેમને માનસિક રીતે પ્રેરિત રાખવા મહત્ત્વપૂર્ણ રહેશે.
સ્વાસ્થ્યઃ- લો બીપીને કારણે તમે નબળાઈ અનુભવી શકો છો.
લકી કલર: જાંબલી
લકી નંબરઃ 8
***
કુંભ
DEATH
પોતાના વિશે બની રહેલી નકારાત્મકતાને દૂર કરીને, તમે ફરીથી જૂના લક્ષ્ય પર કામ કરવાનું શરૂ કરી શકશો.
પરિસ્થિતિ મુશ્કેલ નથી, પરંતુ તમને હાલમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડશે.
સ્વભાવમાં નકારાત્મકતાને કારણે દરેક કામ ફરી શરૂ કરવું પડે છે. આ સમયે
કોઈપણ કારણસર તમે તમારા ધ્યેયથી ભટકી ન જાઓ તેની ખાતરી કરવા માટે ધ્યાન આપતા રહો.
કરિયરઃ- જે લોકો નવો બિઝનેસ શરૂ કરવા માગે છે તેઓએ સ્ટાફની પસંદગી કરતી વખતે દરેક નાની-નાની બાબતો પર ધ્યાન આપવું જરૂરી રહેશે.
લવઃ- તમારા દ્વારા થઈ રહેલી વારંવારની ભૂલો તમારા જીવનસાથીના મનમાં તમારી નકારાત્મક છબી બનાવી રહી છે આ વાત સમજવાની જરૂર છે.
સ્વાસ્થ્યઃ- ગળ્યો ખોરાક મર્યાદિત માત્રામાં જ લેવો. વજનમાં ફેરફાર કોઈ રીતે મોટી સમસ્યા ન બનવી જોઈએ તે વિશે સાવચેત રહેવું પણ જરૂરી છે.
લકી કલર: ગુલાબી
લકી નંબરઃ 2
***
મીન
FOUR OF PENTACLES
તમને મળેલી માહિતીનો ઉપયોગ કરીને તમારા માટે સમસ્યા હલ કરવી શક્ય બનશે. પ્રાપ્ત દરેક નાની સફળતા અને હકારાત્મકતાની ચર્ચા દરેક સાથે ન કરવી જોઈએ એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. કેટલાક લોકો તમારી સામે અલગ રીતે વર્તે છે અને તમારા પ્રત્યે ઈર્ષ્યાની લાગણી રાખી રહ્યા છે. તમે ટૂંક સમયમાં આ લોકો વિશે જાગૃતિ અનુભવશો જેના કારણે સંગતમાં યોગ્ય ફેરફાર લાવવો સંભવ બનશે.
કરિયરઃ- બિઝનેસ સેક્ટર સાથે જોડાયેલા લોકોએ હાલમાં મોટું રોકાણ કરવાનું ટાળવું જોઈએ. જે કામ કરો
તેને જેમ છે તેમ ચાલુ રહેવા દો.
લવઃ - જીવનસાથી દ્વારા અનુભવાતી ચિંતા તમારા માટે સમસ્યા ન બને તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
સ્વાસ્થ્યઃ- તણાવના કારણે શારીરિક સમસ્યાઓ થવાની સંભાવના છે. માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો
લકી કલર: નારંગી
લકી નંબરઃ 9