Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નવરાત્રિના તહેવારોમાં વરસાદી વિધ્ન આવ્યા બાદ હવે દિવાળી આસપાસ પણ રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા 16 થી 19 તારીખ દરમિયાન છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે. નોંધનીય છે કે, રાજ્યમાંથી ચોમાસાની સત્તાવારી વિદાય થઈ ચૂકી છે. રાજ્યમાં સિઝનનો 118 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ એ કે દાસના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, સુરત, વલસાડ, નવસારીમાં માવઠાની અસર રહેશે. કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેશે. અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિત છૂટોછવાયો વરસાદ રહેશે. 16 થી 19 ઓક્ટોબર સુધી માવઠની અસર રહેશે. પવનોની દિશા બદલાતા અને એક ટ્રફ પસાર થતો હોવાથી વરસાદ પડી શકે છે.