કેનેડાના ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં સ્થિત યુકોન શહેરમાં આ દિવસોમાં લઘુતમ તાપમાન માઇનસ 35 ડિગ્રી ચાલી રહ્યું છે. અહીં ઘણીવાર પારો માઇનસ 60 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. 5,959 મીટરની ઊંચાઈ સાથે યૂકોનના ક્લુઆન રાષ્ટ્રીય અભયારણ્યમાં સ્થિત લોગન પર્વત કેનેડાનો સૌથી ઊંચો અને અલાસ્કામાં સ્થિત ડેનાલી બાદ ઉત્તર અમેરિકાનો બીજો સૌથી ઊંચો પર્વત છે.
મોટાભાગના યુકોનમાં સબ આર્કટિક આબોહવા હોય છે. જેમાં લાંબો શિયાળો અને નાનો ઉનાળો હોય છે. હાલમાં યુકોનવાસી 9 ફેબ્રુઆરીએ શરૂ થનારી 60માં યુકોન રેન્જવોસ ફેસ્ટિવલની તૈયારીઓમાં જોડાયા છે. આ ફેસ્ટિવલમાં ચેન શો ફેંકવા, લાકડી ફેંકવા, કાંચની કુહાડી ફેંકવા અને લોટના પેકિંગ જેવી સ્પર્ધાઓ યોજાઈ છે. આશરે 4.81 લાખ વર્ગ કિમીમાં ફેલાયેલા યુકોનની વસ્તી 35 હજાર છે, જેમાંથી મોટાભાગના રાજધાની વાઇટહોર્સમાં રહે છે. આર્કટિલ સર્કલ પાસે હોવાથી અહીં રાત લાંબી હોય છે. અહીં રાતે આકાશમાં નોર્ધન લાઇટ્સ જોવા મળે છે તેને જોવા માટે ઘણાં પર્યટકો આવે છે. સૂર્યનું ચુંબકીય ક્ષેત્ર 11 વર્ષના ચક્ર પછી સૌથી વધુ 2024માં અહીં આવનારા પર્યટકોની સંખ્યા વધવાની આશા છે.