Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતીય રેલવે આગામી પાંચ મહિનાની અંદર એટલે કે એપ્રિલ 2023થી પહેલા સમગ્ર દેશમાં પ્રમોશન અને નવી નિમણૂકથી 3 લાખથી વધુ જગ્યાને ભરવા જઈ રહી છે. જેમાં 1.52 લાખ નવી ભરતીઓ થશે. અગાઉ રેલવેએ દેશભરના બધા જ ઝોનમાંથી ખાલી જગ્યાઓની માહિતી માંગી હતી.


ત્યારે આ બાદ બધા ઝોનના પ્રમોશન અને નિમણૂકની પ્રક્રિયા મિશન મોડમાં કરવા તથા આગામી 5 મહિનામાં પૂર્ણ કરવાની સૂચના આપી છે. ભરતી માટે શારીરિક પરીક્ષણ, દસ્તાવેજોનું વેરિફિકેશન અને તબીબી પરીક્ષણ સહિત બધી પ્રક્રિયા આ સમયગાળામાં પૂર્ણ કરવાની છે.

રેલવેમાં કાર્યરત 1 લાખ 48 હજાર અધિકારીઓ-કર્મીઓના પ્રમોશન નક્કી થઈ ગયા છે. રેલવે બોર્ડે માર્ચ-એપ્રિલ 2023 સુધી આ બધી જગ્યા પર પ્રમોશનની પ્રક્રિયા પૂર્ણ કરશે.