Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતીય ટીમે સાઉથ આફ્રિકામાં ચાલી રહેલા મહિલા T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. હરમનપ્રીત કૌરની કપ્ટનશીપવાળી ભારતીય ટીમે સોમવારે ગ્રુપ-2માં પોતાની છેલ્લી મેચમાં ડકવર્થ-લુઈસ (DLS) મેથડ હેઠળ આયર્લેન્ડને 5 રનથી હરાવ્યું હતું.


ભારતે સતત ત્રીજી વખત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. આ પહેલા ટીમ 2018 અને 2020 સીઝનમાં અંતિમ-4માં પહોંચી હતી. 2020માં ભારતીય ખેલાડીએ ફાઈનલ પણ રમી હતી, પરંતુ ત્યારબાદ તેને ઓસ્ટ્રેલિયા સામે હારીને ટાઈટલ ગુમાવવું પડ્યું હતું. કેબેરાના સેન્ટ જ્યોર્જિયા મેદાન પર ટીમ ઈન્ડિયાએ ટોસ જીત્યા બાદ બેટિંગ કરતા ઓપનર સ્મૃતિ મંધાનાની કારકિર્દીની બેસ્ટ (87 રન) ઈનિંગ્સને કારણે 20 ઓવરમાં 6 વિકેટે 155 રન બનાવ્યા હતા.

જવાબમાં આયરિશ ટીમે 8.2 ઓવરમાં માત્ર 54 રન જ બનાવ્યા હતા કે વરસાદ પડ્યો. જ્યારે ટીમ ઈન્ડિયા DLS મેથડ હેઠળ 5 રનથી આગળ હતી. વરસાદ બંધ ન થતાં ભારતને વિજયી જાહેર કરવામાં આવ્યું હતું.