ક્રિપ્ટોકરન્સીનું કોઇ મૂલ્ય ન હોવાથી તેને કરન્સી તરીકે ઓળખાવી શકાય નહીં તેવું RBIના અધિકારીઓએ જણાવ્યું હતું. આરબીઆઇ ખાસ કરીને બિટકોઇન જેવી ન્યૂ એજ કરન્સીના વિચારની વિરુદ્ધ રહી છે. RBIના મતે આ પ્રકારની કરન્સી ફાઇનાન્સિયલ સિસ્ટમ માટે જોખમ ઉભું કરી શકે છે.
IIM કોઝિકોડે દ્વારા યોજાયેલી પેનલ ચર્ચા દરમિયાન RBI ખાતેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પી વાસુદેવને જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીની કોઇ અંતર્ગત વેલ્યૂ ન હોવાથી તેને કરન્સી તરીકે ઓળખી શકાય નહીં. અંતે તો સરકારે જ ક્રિપ્ટોકરન્સીને લઇને કોઇ નિર્ણય લેવો પડશે.
અત્યારે ભારતમાં બિટકોઇન્સ પાછળ કોઇ કાયદાકીય પીઠબળ નથી અને તેમાં ટ્રેડિંગથી થયેલી આવક રોકાણકારોએ ટેક્સની ચૂકવણી કરવી પડે છે. પેટીએમ પેમેન્ટ્સ બેન્ક સામેની કાર્યવાહી તેમજ ઇન્ટરનેશનલ કાર્ડ પ્રોવાઇડર્સ પર લગાવાયેલા પ્રતિબંધો વચ્ચે વાસુદેવને જણાવ્યું હતું કે સ્વ-નિયમન ફિનટેક સેક્ટરને વધુ સુરક્ષિત રાખી શકે છે. દાવોસ ખાતેની વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દરમિયાન આરબીઆઇએે ક્રિપ્ટોમાં રહેલા જોખમને લઇને ચેતવણી આપી હતી.