રાજધાની દિલ્હીમાં હોળીના તહેવાર પર વિદેશી યુવતી સાથે છેડતી અને ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં છોકરાઓનું એક ગ્રુપ જાપાનની યુવતી સાથે બળજબરીથી હોળી રમતું જોવા મળે છે. એટલું જ નહીં આ છોકરાઓ યુવતીના માથા પર ઈંડા પણ ફોડી રહ્યા હતા. આ દરમિયાન યુવતી પરેશાન દેખાઈ રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ વીડિયો દિલ્હીના પહાડગંજનો જણાવવામાં આવી રહ્યો છે, જો કે હજુ સુધી તેનું લોકેશન વેરિફિકેશન થયું નથી.
જ્યારે, આ કેસમાં પોલીસે જાપાનની એમ્બેસીને એક પત્ર લખ્યો છે, જેમાં આરોપી છોકરાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે કહ્યું કે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ નોંઘાઈ નથી. પોલીસ તેની તપાસ કરી રહી છે.
બીજી તરફ મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસને નોટિસ મોકલીને આ મામલે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે હોળીના દિવસે એક વિદેશી યુવતી સાથે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે તે ખૂબ જ શરમજનક બાબત છે.