Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

બેઇજિંગ ચીનમાં 1970 પછી પહેલીવાર કંપનીઓ અંગત સેના સ્થાપિત કરી રહી છે. ગયા વર્ષે ઓછામાં ઓછી 16 મોટી ચાઈનીઝ કંપનીઓએ લડાકુ દળ સ્થાપિત કર્યા છે. આ એકમોને પીપુલ્સ સશસ્ત્ર દળ વિભાગના નામે ઓળખવામાં આવે છે. તેમાં નિયમિત નોકરીઓ કરી રહેલા સામાન્ય નાગરિકોને સામેલ કરાય છે. નિષ્ણાતોનું માનવું છે કે કોર્પોરેટ બ્રિગેડનું ગઠન વિદેશમાં વધતાં સંઘર્ષ અને અર્થવ્યવસ્થા ડગમગવાથી દેશમાં સામાજિક અશાંતિ પ્રત્યે બેઇજિંગની વધતી ચિંતાઓને સામે લાવે છે. તેને રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા કોર્પોરેટ ક્ષેત્ર અને સમાજ પર કોમ્યુનિસ્ટ પાર્ટીનું નિયંત્રણ મજબૂત કરવાના પ્રયાસ રૂપે પણ જોવામાં આવે છે. ચીનના એક શ્રમ બુલેટિનના રિપોર્ટ અનુસાર ગયા વર્ષે ચીનમાં 1794 શ્રમિકોની હડતાળ અને વિરોધદેખાવો થયા. તે 2022માં થયેલા 830 કેસોથી બમણા છે. એશિયા સોસાયટી પોલિસી ઇન્સ્ટિટ્યૂટમાં ચીની રાજનીતિના ફેલો નીલ થીમસનું કહેવું છે કે આવી પરિસ્થિતિઓમાં સૈન્ય નેતૃત્વમાં કોર્પોરેટ મલેશિયા કોમ્યુનિસ્ટ પાર્ટીનો વિરોધ અને શ્રમિક હડતાળ જેવી સામાજિક અશાંતિની ઘટનાઓને વધુ પ્રભાવી રીતે દબાવામાં મદદ કરી શકે છે.

કોર્પોરેટ ક્ષેત્ર ઉપરાંત સ્થાનિક સરકાર અને યુનિવર્સિટી મિલિશિયા એકમો સ્થાપિત કરી શકે છે. આ એકમો ચીનની સેના માટે આરક્ષિત અને સહાયક દળ તરીકે પણ કાર્ય કરે છે. જે પ્રાકૃતિક આપત્તિઓને પહોંચી વળવા, સામાજિક વ્યવસ્થા બનાવી રાખવા અને યુદ્ધ દરમિયાન સહાય કરવા ઉપલબ્ધ હોય છે.