Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ દર વર્ષે વધુને વધુ મજબૂત થઇ રહી છે. યુનિકોર્નની સંખ્યાની દૃષ્ટિએ પણ ભારતે છલાંગ લગાવી છે અને અત્યારે ત્રીજા ક્રમાંકે છે. ભારતમાં 1.81 લાખ કરોડની વેલ્યૂએશન સાથે કુલ 68 યુનિકોર્ન છે જેમાં બાયજૂસ ટોચ પર છે. જ્યારે ફૂડ ડિલીવરી સ્ટાર્ટઅપ સ્વિગી અને ફેન્ટસી સ્પોર્ટ્સ પ્લેટફોર્મ ડ્રીમ11 સંયુક્તપણે બીજા સ્થાને છે. તેમાંથી તમામની વેલ્યૂએશન 65,600 કરોડ રૂપિયા છે. એક અબજ ડૉલર એટલે કે 8,200 કરોડ રૂપિયાથી વધુ વેલ્યૂએશન ધરાવતા સ્ટાર્ટઅપ્સને યુનિકોર્ન કહેવાય છે.


ધ હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2023 અનુસાર, કોવિડ-પૂર્વેના સ્તરથી અત્યાર સુધી જે સ્ટાર્ટઅપની વેલ્યૂએશન દુનિયામાં સૌથી વધુ વધી છે, તેમાં બાયજૂસ 10માં સ્થાન પર છે. તેની વેલ્યૂએશનમાં અંદાજે 1.31 લાખ કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો છે. ઇન્ડેક્સ અનુસાર, ભારતની બહાર ભારતીય સહ-સંસ્થાપકોએ 70 યુનિકોર્ન ઉભા કર્યા છે.