Jio Financial Services Limited (JFSL) નું માર્કેટ કેપ પ્રથમ વખત ₹2 લાખ કરોડને વટાવી ગયું છે. આજે JFSLના શેર 14.50%ના ઉછાળા સાથે ₹347ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા.
જોકે, બપોરે 12 વાગ્યે તેની ઓલ ટાઇમ હાઈ સહેજ નીચે આવીને, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર શેર 9.62%ના વધારા સાથે ₹332.20 પર ટ્રેડ થઈ રહ્યો છે. આ કિંમતે કંપનીનું માર્કેટ કેપ 2.11 લાખ કરોડ રૂપિયા છે.
તે જ સમયે, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) એ પણ ₹2,989 ની ઓલ ટાઇમ હાઈ બનાવી હતી. બપોરે 12 વાગ્યે, RILનો શેર 0.48%ના વધારા સાથે ₹2,977.45 પર ટ્રેડ થઈ રહ્યો છે, જે તેમની ઊંચી સપાટીથી થોડો નીચે છે. 20.14 લાખ કરોડના માર્કેટ કેપ સાથે રિલાયન્સ દેશની સૌથી મોટી કંપની છે.