6 ઓક્ટોબરે સોના અને ચાંદીના ભાવ ફરી એકવાર ઓલટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયા છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹2,105 વધીને ₹1,19,059 થયો છે. અગાઉ એ ₹1,16,954 હતો. ચાંદી પણ ₹2,940 વધીને ₹1,48,550 થઈ ગઈ છે. ગઈકાલે એ ₹1,45,610 હતી.
ગોલ્ડમેન સૅક્સના તાજેતરના અહેવાલ મુજબ, બેંકે આવતા વર્ષ સુધીમાં સોનાનો ભાવ પ્રતિ ઔંસ $5,000 રાખવાનો લક્ષ્યાંક રાખ્યો છે. રૂપિયાની દૃષ્ટિએ વર્તમાન વિનિમય દરે આ ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે ₹155,000 થશે. બ્રોકરેજ ફર્મ પીએલ કેપિટલના ડિરેક્ટર સંદીપ રાયચુરાએ જણાવ્યું હતું કે સોનું પ્રતિ 10 ગ્રામ ₹144,000 સુધી પહોંચી શકે છે.