વર્ષ 2024ની શરૂઆત અને સામાન્ય ચૂંટણીની સાથે દેશનો નાણાકીય માહોલ અનેક પ્રકારની સંભાવનાઓથી ભરપૂર છે. વર્ષના બે મહિનામાં, મિડ અને સ્મૉલ કેપ સેક્ટરના પ્રદર્શનમાં ઉછાળો યથાવત્ છે, સાથે જ આગામી મહિનાઓ દરમિયાન લાર્જકેપ ફંડના પરફોર્મન્સને લઇને પણ આશાવાદનો ઉદય થઇ રહ્યો છે. બંધન AMCના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ સુમિત અગ્રવાલના જણાવ્યા અનુસાર આશાસ્પદ સેક્ટર પર નજીકથી નજર કરીએ તો ઓટો, ફાર્મા અને રિયાલ્ટી પર વધતા જોરની સાથે નવું વલણ જોવા મળી રહ્યું છે.
ઓટો સેક્ટર વિશેષ રીતે ટૂ વ્હીલર્સ અને ટૂ વ્હીલર્સ સંબંધિત ઓઇએમ, જીએસટી અને બીએસ-4થી સંબંધિત મુદ્દાઓ અને માર્કેટમાં સામાન્ય મંદીને કારણે લાંબા સમયથી દબાણમાં હતા. જો કે, લાંબા સમય બાદ તેમાં એક મહત્વપૂર્ણ વળાંક આવી રહ્યો છે અને ગ્રામીણ સુધારાના પ્રારંભિક સંકેતો જોવા મળી રહ્યા છે.
હેલ્થ સર્વિસ સેક્ટરને જોતા નિફ્ટી 100 અથવા BSE 100માં, સામાન્યપણે ફાર્મા સેક્ટરનો હિસ્સો લગભગ 4-4.5% છે જે લાંબા સમયથી આ સેક્ટરની રેન્જ રહી છે. BSE 100 ઇન્ડેક્સમાં રિયાલ્ટી સેક્ટરની મોટી હાજરી નથી, જો કે, આગળ વધવા માટે તેમાં આશાસ્પદ પાસું છે. રિયલ એસ્ટેટ કંપનીઓ 10-15 વર્ષના લાંબા રિયલ એસ્ટેટ અપસાઇકલના ત્રીજા અથવા ચોથા વર્ષમાં છે. ઉચ્ચ વ્યાજદરો છતાં ભવિષ્યમાં રિયલ એસ્ટેટને થોડું વધુ વેઇટેજની સંભાવના છે.