ગ્લોબલ માર્કેટથી મળેલા નબળા સંકેતોને કારણએ અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસ સોમવારે શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 200 પોઈન્ટ ઘટીને 57,990 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 73 પોઈન્ટ ઘટીને 17,241 પર બંધ રહ્યો હતો. બેંક, ઓટો, મેટલ શેરોમાં નબળાઈ જોવા મળી રહી છે. સેન્સેક્સના 30માંથી 19 શેર ઘટ્યા હતા. માત્ર 11 શેરોમાં વધારો જોવા મળ્યો હતો.
શુક્રવારે યુએસ માર્કેટમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે યુએસ માર્કેટ ડાઉ જોન્સ 630 (2.11%) પોઈન્ટ અને નાસ્ડેક 420 (3.80%) ડાઉન હતા. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ શુક્રવારે રોકડમાં રૂ. 2251 કરોડનું વેચાણ કર્યું હતું, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DII) એ રૂ. 545 કરોડની રોકડમાં ખરીદી કરી હતી.