Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આર્થિક અસલામતી, વ્યાજદરમાં વધારો તેમજ સોનાની રેકોર્ડ કિંમતોથી ઘટાડો થવાના કારણે રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે. ગોલ્ડ ઇટીએફમાં મજબૂત રોકાણ આવ્યું છે. ગોલ્ડ એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ETFs)એ ઓગસ્ટમાં રૂ.1028 કરોડનો ઉમેરો કર્યો હતો, ગોલ્ડ ઇટીએફમાં રોકાણ પ્રવાહ 16 મહિનામાં સૌથી વધુ ઈનફ્લો દર્શાવે છે, કેટેગરીમાં વર્ષ-ટુ-ડેટ ઇનફ્લો રૂ.1400 કરોડથી વધુ થઈ ગયો છે, એસોસિયેશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના અહેવાલમાં દર્શાવાયું છે. સમીક્ષા હેઠળના સમયગાળામાં ગોલ્ડ ETFs અને રોકાણકારોના ખાતા અથવા ફોલિયો નંબરના એસેટ બેઝમાં વધારો થયો છે. જ્યારે કુલ એયુએમ વધી 24318 કરોડ પહોંચી છે.

અહેવાલ અનુસાર ઓગસ્ટમાં ગોલ્ડ-લિંક્ડ ETFમાં રૂ.1028 કરોડનો રોકાણ પ્રવાહ જોવા મળ્યો છે. જુલાઈ સેગમેન્ટમાં રૂ.456 કરોડ હતું ગોલ્ડ ઇટીએફમાં એપ્રિલ-જૂન સમયગાળા દરમિયાન સતત ત્રણ ક્વાર્ટરના આઉટફ્લો પછી રૂ.298 કરોડનો ઇનફ્લો જોવા મળ્યો હતો. કેટેગરીમાં માર્ચ ક્વાર્ટરમાં રૂ.1,243 કરોડ, ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ.320 કરોડ અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ.165 કરોડનો આઉટફ્લો નોંધાયો હતો. ઓગસ્ટ મહિનામાં ગોલ્ડ ETF માં એપ્રિલ 2022 પછી સૌથી વધુ માસિક રોકાણ જોવા મળ્યું હતું.

યુએસ ફેડરલ રિઝર્વે તેના કડક વલણની શરૂઆત કરી ત્યારથી ગોલ્ડ ઇટીએફમાં પ્રવાહ ઓછો થયો હતો. ફેડના કડક વલણનો અંત હવે નજીક આવી રહ્યો છે, સોનાની સંભાવનાઓ સારી દેખાઈ રહી છે. યુએસ યિલ્ડ અને ડોલર તાજેતરમાં ઉપર તરફના માર્ગ પર હોવા છતાં મેટલે તેનું સ્થાન જાળવી રાખ્યું છે. સંભવિત યુએસ મંદી, સેન્ટ્રલ બેન્કોની ખરીદી, જિયો પોલિટિકલ ઇશ્યુ, યુએસ ડેટમાં વધારોએ તમામ કિંમતી ધાતુમાં રોકાણ ઉત્સાહને ટેકો આપ્યો છે. તદુપરાંત, તાજેતરના સમયમાં સોનાના ભાવ તેની સર્વોચ્ચ સ્તરથી ઘટ્યાં છે જેનાથી ખરીદીની તક મળી છે.