નાણાકીય વર્ષ 2025-26ના બીજા ક્વાર્ટરમાં (જુલાઈ-સપ્ટેમ્બર) ભારતનો GDP ગ્રોથ 8.2% થયો છે. આ છેલ્લા 6 ક્વાર્ટરમાં સૌથી વધુ છે. ગયા વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે 5.6% હતો.
જ્યારે, આ વર્ષે અગાઉના ક્વાર્ટરમાં એટલે કે એપ્રિલ-જૂનમાં GDP ગ્રોથ 7.8% રહ્યો હતો. મેન્યુફેક્ચરિંગ સેક્ટરના સારા પ્રદર્શનને કારણે GDPમાં આ ઉછાળો આવ્યો છે. આ આંકડા સરકારે 28 નવેમ્બરે જાહેર કર્યા છે.
ઓક્ટોબરના રોજ રિઝર્વ બેંક (RBI) એ મોનેટરી પોલિસી મીટિંગમાં FY26 માટે ઇકોનોમી ગ્રોથનો અંદાજ 6.5%થી વધારીને 6.8% કર્યો. આ અનુકૂળ વાતાવરણ, સરકાર અને રિઝર્વ બેંકની સહાયક નીતિઓ સાથે, ભારતીય અર્થતંત્ર માટે નજીકના ભવિષ્યમાં સારો સંકેત આપે છે. ભલે ગ્લોબલ ટ્રેડના પડકારો યથાવત છે, પરંતુ ભૂ-રાજકીય અનિશ્ચિતતાઓ અમુક અંશે ઓછી થઈ છે.