Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મેનેજમેન્ટની સલાહ વિશ્વની સૌથી સફળ ઇન્ડસ્ટ્રીઝમાંથી એક છે. બિઝનેસ સ્કૂલ આજકાલ નવા ચુનંદા અને સમૃદ્ધ વર્ગ માટે તાલીમમાં ફેરવાઇ ગઇ છે. મેનેજમેન્ટ કન્સલટન્સી વિશ્વભરમાં સલાહ આપવામાં આગળ છે. વર્ષ 2023માં, એકલા અમેરિકામાં જ 20 લાખથી વધુ મેનેજમેન્ટ કન્સલટન્ટ અને અંદાજે 1.15 લાખ બિઝનેસ પ્રોફેસર હતા. તેમ છતાં અબજો ડૉલરની આ ઇન્ડસ્ટ્રીએ તે બૌદ્ધિક ગતિ અને ધાર ગુમાવી છે, જે જૂના સમયમાં હતી, જ્યારે બિઝનેસ સ્કૂલ અને મેનેજમેન્ટ કન્સલ્ટન્સી નવા વિચારોથી ભરેલા હતા અને ઉદ્યોગપતિઓ હાર્વર્ડ બિઝનેસ રિવ્યૂના દરેક નવા અંક પર ઉત્સાહિત રહેતા હતા.


અગાઉની વાત કરીએ તો જનરલ મોટર્સે 1920 અને 1930ના દાયકામાં ફોર્ડને પાછળ છોડી દીધું હતું કારણ કે તેમણે એક નવા મેનેજમેન્ટ આઇડિયાની શોધ કરી હતી. પીટર ડ્રકર જેવા સર્વશ્રેષ્ઠ મેનેજમેન્ટ ગુરુઓએ માત્ર મેનેજમેન્ટ સમસ્યાઓની ઓળખ કરવામાં પરંતુ તેનો ઉકેલ લાવવામાં પણ મદદ કરવામાં પ્રતિભા દર્શાવી છે. 1980 થી 1990ના દાયકા દરમિયાન માઇકલ પોર્ટરે વ્યાવસાયિક સમસ્યાઓ પર ઇકોનોમિક થિયરી લાગૂ કરીને રણનીતિક વિચારોને ફરીથી ડિઝાઇન કર્યા હતા. માઇકલ હેમરે સ્માર્ટ મશીનોના યુગ માટે કૉર્પોરેશનને રી-એન્જિનિયર કર્યું. ગેરી હેમેલ અને સી.કે. પ્રહલાદે કોર્પોરેશનની મુખ્ય ક્ષમતાઓને મૂર્ત સ્વરૂપ આપ્યું હતું, જ્યારે ક્રિસ્ટોફર બાર્ટલેટ અને સુમંત્ર ઘોષાલે મલ્ટિનેશનલ કંપનીઓને હાઇપર-ગ્લોબલાઇઝેશનના નવા યુગ માટે સ્વયંને રિસ્ટ્રક્ચર કરવાની સલાહ આપી. પરંતુ આવા આઇડિયા તેમજ ઉત્સાહ બંને ક્યારના લુપ્ત થઇ ચૂક્યા છે.

જો કે વેપાર જગતમાં પડકારો અને પરિવર્તનની કોઇ કમી નથી, જેના પર ગંભીરતાપૂર્વક વિચાર કરવાની જરૂરિયાત છે. આ વાતના પર્યાપ્ત પુરાવા છે કે લાંબી મુદતમાં સાઇન્ટિફિક મેનેજમેન્ટ મનોબળ અને ઉત્પાદકતા બંનેને ઘટાડે છે. એટલે જ જૂના વિચારોની જાળમાં ફસાવવાથી બચવાની એકમાત્ર રીત કેટલાક નવા વિચારોનું સર્જન કરવાનો છે. જેટલું બને તેટલું જલ્દી જરૂરી છે.

2021 દરમિયાન ગ્લોબલ બિઝનેસ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ સર્વિસનું માર્કેટ $824 અબજનું હતું અને તે વર્ષ 2028 સુધીમાં વધીને $1,048 અબજ પર પહોંચી શકે છે. જેમાં વાર્ષિક સ્તરે 4.01%ની વૃદ્ધિ જોવા મળી શકે છે. કંપનીઓ, એનજીઓ અને સરકાર તરફથી સતત વધતી માંગ બિઝનેસ મેનેજમેન્ટ કન્સલ્ટિંગ સર્વિસ માટેના માર્કેટને વૃદ્ધિ તરફ દોરી રહ્યું છે.