ધર્મશાલા ટેસ્ટના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાએ એક વિકેટે 135 રન બનાવ્યા છે. દિવસની રમતના અંતે ભારત 83 રનથી પાછળ છે. રોહિત શર્મા 52 રન અને શુભમન ગિલ 26 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યા હતા. યશસ્વી જયસ્વાલ 58 બોલમાં 57 રન બનાવીને આઉટ થયો હતો.
HPCA સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. જેક ક્રોલી 79 રન બનાવીને આઉટ થયો હતો. બાકીના બેટર્સ કંઈ ખાસ કરી શક્યા ન હતા, જેથી ટીમ 218 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.
ટીમ ઈન્ડિયા તરફથી પહેલી ઇનિંગમાં કુલદીપ યાદવે 5 અને રવિચંદ્રન અશ્વિને 4 વિકેટ ઝડપી હતી. રવીન્દ્ર જાડેજાને પણ એક સફળતા મળી હતી.
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પોતાની 18મી ફિફ્ટી પૂરી કરી. તેણે શોએબ બશીર સામે સિંગલ લઈને 77 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. રોહિતે તેની ટેસ્ટ કારકિર્દીમાં 11 સદી પણ ફટકારી છે.