સોશિયલ મીડિયા પર વોચ રાખી કાનૂન ભંગ કરતા લોકોને લોકઅપની હવા ખવડાવીને કાયદાનું ભાન કરાવાઇ રહ્યું છે જે અંતર્ગત આટકોટના જૂના પીપળિયાના કાકા ભત્રીજાની હથિયાર સાથેના ફોટા અપલોડ કરવા બદલ ધરપકડ કરાઇ છે અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
સ્થાનિક એસ.ઓ.જી. શાખાના પીએસઆઈ બી.સી.મિયાત્રા પોતાના સ્ટાફ સાથે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન જસદણ ના જૂના પીપળીયા ગામના રહેવાસી વાજસુરભાઈ ભીમભાઈ વાળા પાસે કોઈ હથિયાર પરવાનો કે લાયસન્સ ન હોવા છતાં પોતાના શોખ ખાતર ફોટા પાડી પોતાના ઈન્સ્ટાગ્રામ આઈ-ડી માં ફોટાઓ અપલોડ કર્યા હોય તેમજ જૂના પીપળીયા ગામના રહેવાસી પરવાનેદાર પ્રતાપભાઈ માણકુભાઈ વાળા એ પોતાનું લાયસન્સવાળું હથિયાર બંદુક, અન્ય લાયસન્સ વગરનાને ઉપયોગ કરવા આપતા બન્ને શખ્સો વિરુદ્ધ આર્મ્સ એકટ મુજબનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.