એશિયા કપના સુપર-4 સ્ટેજમાં પણ ભારતે પાકિસ્તાન પર પોતાનો દબદબો જાળવી રાખ્યો અને ટીમને 6 વિકેટના મોટા અંતરથી હરાવી દીધી. રવિવારે દુબઈમાં ભારતે 5 અને પાકિસ્તાને 2 કેચ છોડ્યા હતા. આ દરમિયાન અભિષેક શર્મા અને હારિસ રઉફ વચ્ચે દલીલ થઈ. અભિષેકે ઇનિંગ્સના પહેલા જ બોલ પર સિક્સર પણ ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે સલમાન અલી આગા સાથે હાથ ન મિલાવ્યો.
ભારતના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફરી એકવાર પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ ન મિલાવ્યો. બંને કેપ્ટને ગ્રૂપ સ્ટેજની મેચ દરમિયાન પણ હાથ નહોતા મિલાવ્યા, જેના પછી પાકિસ્તાની ટીમે મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં આવવાની ના પાડી દીધી હતી.