IPL-2024ની 65મી મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટે હરાવ્યું હતું. પંજાબે સિઝનમાં પાંચમી મેચ જીતી છે. ટીમે 10 પોઈન્ટ મેળવ્યા છે. બીજી તરફ પ્લેઑફમાં પહોંચી ગયેલું રાજસ્થાન સતત ચોથી મેચ હારી ગયું હતું.
રાજસ્થાને તેના બીજા હોમ ગ્રાઉન્ડ, ગુવાહાટીમાં ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ટીમે 20 ઓવરમાં 9 વિકેટે 144 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 18.5 ઓવરમાં 5 વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. પંજાબ તરફથી કેપ્ટન સેમ કરને 41 બોલમાં અણનમ 63 રન બનાવ્યા હતા. રિલી રૂસો અને જીતેશ શર્માએ 22-22 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી આવેશ ખાન અને યુઝવેન્દ્ર ચહલે 2-2 વિકેટ ઝડપી હતી.
RR તરફથી રિયાન પરાગે 34 બોલમાં 48 રનની ઇનિંગ રમી હતી. રવિચંદ્રન અશ્વિને 28 રન બનાવ્યા હતા. કેપ્ટન સંજુ સેમસન અને ટોમ કોહલર-કેડમોરે 18-18 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી કેપ્ટન સેમ કરન, હર્ષલ પટેલ અને રાહુલ ચહરે બે-બે વિકેટ ઝડપી હતી. નાથન એલિસ અને અર્શદીપ સિંહને એક-એક વિકેટ મળી હતી.