એડલ્ટ સ્ટાર સોફિયા લિયોનનું અમેરિકાના ન્યૂ મેક્સિકો સ્ટેટમાં નિધન થયું છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ, સોફિયાના એપાર્ટમેન્ટમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. જો કે તેના મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. તેની હત્યાની આશંકા છે.
26 વર્ષીય સોફિયાના સાવકા પિતા માઈક રોમેરોએ ગો ફંડ મી વેબસાઈટ પર તેમની પુત્રીના મૃત્યુની માહિતી આપી હતી. માઈકે વેબસાઈટ પર સોફિયાના અંતિમ સંસ્કાર માટે 5 લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોફિયાના મોતની ચોરી અને હત્યાની શંકા સાથે તપાસ કરવામાં આવી રહી છે.
સોફિયાના ગો ફંડ મી પેજ પર લખ્યું હતું- સોફિયાના આકસ્મિક મૃત્યુથી પરિવાર અને મિત્રોને ઊંડો આઘાત લાગ્યો છે. તે તેના પરિવાર અને મિત્રો માટે ખૂબ જ પ્રિય પુત્રી, બહેન, પૌત્રી અને મિત્ર હતી. તેને હરવા-ફરવાનો શોખ હતો. તે હંમેશા તેની આસપાસના લોકોને ખુશ રાખતી હતી. સોફિયા પાસે 3 પાળતુ પ્રાણી પણ હતા અને તે પ્રાણીઓને ખૂબ પ્રેમ કરતી હતી.
તેના મૃત્યુ બાદ પત્રકાર વેરોનિકા લોપેઝે કહ્યું- સોફિયા હંમેશા આપણા બધાની યાદોમાં રહેશે. સોફિયાનો જન્મ 10 જૂન, 1997ના રોજ અમેરિકાના મિયામીમાં થયો હતો. સોફિયાના IMDB પેજ મુજબ, તેણે 2014માં 18 વર્ષની ઉંમરે એડલ્ટ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. તેમની કુલ સંપત્તિ 827 કરોડ રૂપિયા હતી.