શોપિંગ ફેસ્ટિવલને કારણે કરાયેલી રોશનીને કારણે શહેરની રોનક જ બદલાઈ ગઈ છે. સિંધુભવન રોડ, સીજી રોડ, આનંદનગર રોડ, વસ્ત્રાપુર સહિત ઘણા વિસ્તારોમાં રાત્રે રોશનીના ઝગમગાટથી જાણે પખવાડિયા પહેલાં જ પુષ્યનક્ષત્ર યોગ અને દિવાળી આવી ગયાં હોય તેવું લાગે છે.
એરિયલ વ્યૂની આ તસવીરમાં સીજી રોડ પરના લાઇટિંગને કારણે શહેરે જાણે સોનાનો હાર પહેર્યો હોય તેવું લાગે છે. મુખ્યત્વે સિંધુભવન રોડ, સીજી રોડ, મણિનગર-કાંકરિયા, નિકોલની મોર્ડન સ્ટ્રીટ ખાતે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. આ સિવાય એલિસબ્રિજ, આઈઆઈએમ અમદાવાદ, લોગાર્ડન, માણેકચોક, રિવરફ્રન્ટ સહિત 14 જગ્યાએ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે.