કોલકાતા નાઈટ રાઈડર્સે IPL-2024નું ટાઇટલ જીતી લીધું છે. ટીમે ફાઈનલ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને 8 વિકેટે હરાવ્યું હતું. કોલકાતાની ટીમ આ લીગમાં ત્રીજી વખત ચેમ્પિયન બની છે. ટીમે 10 વર્ષ બાદ આ ખિતાબ જીત્યો છે. છેલ્લે કોલકાતા 2014માં ચેમ્પિયન બન્યું હતું.
રવિવારે ચેપોક મેદાન પર હૈદરાબાદે ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને 18.3 ઓવરમાં 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. કોલકાતાએ 114 રનનો ટાર્ગેટ 10.3 ઓવરમાં 2 વિકેટે ચેઝ કરી લીધો હતો. વેંકટેશ અય્યરે 26 બોલમાં 52 રનની અણનમ ઇનિંગ રમી હતી. તેના સિવાય બોલિંગમાં આન્દ્રે રસેલે 3 વિકેટ ઝડપી હતી.