Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સુપ્રીમ કોર્ટેમાં હલ્દવાનીમાં રેલવે વિભાગ દ્વારા દાવો કરાયેલી જમીન પરથી અતિક્રમણ કરનારાઓને દૂર કરવાના ઉત્તરાખંડ હાઈકોર્ટના આદેશ સામેની અરજી પર સુનાવણી થઈ હતી. ઉત્તરાખંડ સરકાર અને રેલવેએ આ મામલાના ઉકેલ માટે SC પાસે સમય માંગ્યો હતો, ત્યારબાદ કોર્ટે કહ્યું કે હલ્દવાનીમાં 8 અઠવાડિયા સુધી અતિક્રમણ દૂર કરવામાં આવશે નહીં. કેસની આગામી સુનાવણી 2 મેના રોજ થશે.

આ મામલો જસ્ટિસ એસકે કૌલ, જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ સમક્ષ હતો. આ પહેલા પણ 5 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ હાઈકોર્ટના અતિક્રમણના નિર્ણય પર રોક લગાવી દીધી હતી.

હલ્દવાનીના બાનભૂલપુરામાં રેલવેની 29 એકર જમીન પર લોકો રહે છે. રેલવેએ સમાચારપત્રો દ્વારા નોટીસ જાહેર કરીને લોકોને 1 અઠવાડિયામાં એટલે કે 9 જાન્યુઆરી સુધીમાં કબજો દુર કરવા જણાવ્યું હતું. ઉત્તરાખંડની નૈનીતાલ હાઈકોર્ટે આ ગેરકાયદે અતિક્રમણને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. આ પછી 4 હજારથી વધુ કાચા-પાકા મકાનો તોડી પાડવાના હતા, પરંતુ ડિસેમ્બરમાં કેટલાક લોકોએ કોર્ટના આદેશનો વિરોધ કર્યો અને સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

જો કે 5 જાન્યુઆરીએ થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે અતિક્રમણ હટાવવાના હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે 7 દિવસમાં 50 હજાર લોકોનું વિસ્થાપન શક્ય નથી.