Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઉત્તરાખંડના નૈનીતાલથી 8 કિમી દૂર સ્થિત ખૂપી ગામ. ટેકરીની તળેટીમાં પાઇન્સનાં સુંદર વૃક્ષોથી ઘેરાયેલા આ ગામનાં ખેતરો અને સુંદર નજારો પર્યટકોને દૂરની સડકોથી જ આકર્ષિત કરે છે, પરંતુ ગામની નજીક આવતા જ અહીંની વ્યથા છલકાય છે. અહીં પણ સમગ્ર ગામ જોશીમઠની જેમ ભૂસ્ખલનની લપેટમાં આવી ગયું છે. ગામના પ્રદીપ ત્યાગી જણાવે છે કે ગામમાં 2012થી ભૂસ્ખલન થવા લાગ્યું હતું. અહીં અંદાજે 3 કિમીના વિસ્તારમાં પહાડો ખસી રહ્યા છે. લોકોના ઘરને નુકસાન પહોંચ્યું છે.


ખૂપીની પાસેથી પસાર થતું નાળું દર વર્ષે ગામની તરફના હિસ્સાને ગરકાવ કરી રહ્યું છે. છ ઘર તો સંપૂર્ણપણે તૂટવાની અણીએ છે. ગામના રહેવાસી બચ્ચી રામના ઘરની છત પડવાની હતી, એટલે પરિવારની સાથે ઘર છોડીને ગયા છે. 19 ઘરોમાં દર વર્ષે તિરાડ પડી રહી છે. ભૂસ્ખલનના ખતરાને ધ્યાનમાં રાખતા મંગળવારે વહીવટીતંત્રએ ગામ માટે 15 કરોડની ટ્રીટમેન્ટ યોજના બનાવી છે.

ચાર્ટન લૉજ ક્ષેત્રમાં એકવાર ફરી ભૂસ્ખલન થઇ રહ્યું છે. જેનાથી હવે 18 પરિવારો સહિત આસપાસનાં ડઝનથી વધુ ઘરો પર ખતરો તોળાઇ રહ્યો છે. અત્યાર સુધી ત્રણ પરિવારે ઘર છોડ્યું છે. બાકી પરિવારો માટે પણ ચેતવણી જારી કરાઇ છે. રાજ્યના જાહેર બાંધકામ વિભાગે ભૂસ્ખલન રોકવા માટે અહીં જિયો બેગનો ઉપયોગ કર્યો છે.