દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે પણ તેની સાથે ચાર્જિંગ સ્ટેશનો ચિંતાનો વિષય છે. હવે ભારતીય રેલવે આમાં મદદ કરવા આગળ આવ્યું છે અને માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. ભારતીય રેલવે દેશમાં ઈ-મોબિલિટીને પ્રોત્સાહન આપવા માટે આગામી 3 વર્ષમાં દેશનાં મોટાં સ્ટેશનો પર ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનો સ્થાપિત કરશે.
આ ચાર્જિંગ પોઈન્ટ્સની મદદથી હવે તમે તમારાં ઈલેક્ટ્રિક વાહનોને રેલવે સ્ટેશન પર પણ ચાર્જ કરી શકશો. રિપોર્ટ અનુસાર, ડિસેમ્બર 2024 સુધીમાં ગુજરાતમાં અમદાવાદ અને સુરત સિવાય મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, પૂણેમાં આ ચાર્જિંગ પોઈન્ટ લગાડવામાં આવશે. રેલવે દેશનાં સ્ટેશનો પર ચાર્જિંગ પોઈન્ટ તબક્કાવાર રીતે સ્થપાશે.