10 સપ્ટેમ્બરે સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહ્યા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ મંગળવારે 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 241 રૂપિયા વધીને 71,619 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ સોમવારે તેની કિંમત 71378 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી.
જ્યારે ચાંદી 671 રૂપિયા વધીને 82,151 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. અગાઉ ચાંદીનો ભાવ રૂ. 81,480 પ્રતિ કિલો હતો. આ વર્ષે મે મહિનામાં સોનું 74,222 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું હતું. તેમજ 29 મેના રોજ ચાંદી રૂ. 94,280 પ્રતિ કિલોગ્રામ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ હતી.