Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રિસર્ચના 2024ના ગ્લોબલ રિચ લિસ્ટમાં પહેલી વાર બેજિંગને બદલે મુંબઈ એશિયામાં અબજોપતિની રાજધાની બન્યું છે. મુંબઈના 603 વર્ગ કિમીમાં બેજિંગ (91)ના 16000 વર્ગ કિમી કરતાં વધુ અબજોપતિ (92) રહે છે. સૌથી વધુ અબજોપતિ રહેતા હોય તેવું મુંબઈ વિશ્વનું ત્રીજું શહેર છે. ન્યૂયૉર્ક પહેલા (119), લંડન (97) બીજા ક્રમે છે. મુંબઈમાં 92 અબજોપતિની સંપત્તિ 47% વધીને 37 લાખ કરોડ રૂપિયા થઈ છે.

વૈશ્વિક અર્થવ્યવસ્થા ચલાવવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અબજોપતિઓની નવી યાદીમાં પણ તેની ઝલક જોવા મળે છે. રિપોર્ટ પ્રમાણે ગત વર્ષે 167 લોકો નવા અબજોપતિ બન્યા. તેઓની અડધાથી વધુની સંપત્તિ એઆઇ સાથે સંકળાયેલા કામથી આવી છે. રિપોર્ટ અનુસાર આગામી સમયમાં બે સેક્ટરમાં લોકો સૌથી વધુ ધનિક બનશે. પહેલું સેક્ટર એઆઇ અને બીજું, ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડસ્ટ્રી. એઆઇને પગલે વર્તમાન સ્થિતિમાં અનેક કંપનીઓને બહુ લાભ થયો છે.

સમગ્ર વિશ્વમાં ગત વર્ષ કરતાં 167 વધુ 3,279 અબજપતિ છે. ભારતમાં 94 અબજપતિ વધ્યા છે. તેનાથી ભારતમાં અબજપતિ વધીને 271 થયા છે. અહેવાલ પ્રમાણે ઝડપથી વધતા શેરબજારને પગલે ભારતમાં 94 નવા અબજપતિ ઉમેરાતાં ‘સુપર મજબૂત વર્ષ’ રહ્યું છે, જે અમેરિકા પછી કોઈ પણ દેશ માટે સૌથી વધુ છે. વિશ્વમાં સૌથી વધુ અબજપતિ ચીન (814) અને અમેરિકા (800)માં છે. મુખ્ય ભારતીય ઉદ્યોગોમાં ફાર્માસ્યુટિકલ્સ (39 અબજપતિ), ઑટોમોબાઇલ અને ઑટો કમ્પોનન્ટ્સ (27) અને કૅમિકલ (24) સમાવિષ્ટ છે.