સહકાર સોસાયટી પાસેના ઇન્દિરાનગરમાં કિચનવેરના ધંધાર્થીએ ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. આર્થિક ખેંચથી કંટાળી યુવા ધંધાર્થીએ પગલું ભર્યું હતું. તેમજ રેલનગરની છત્રપતિ શિવાજી ટાઉનશિપમાં યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો.
સહકાર સોસાયટી મેઇન રોડ પરના ઇન્દિરાનગરમાં રહેતા મયૂર દીપકભાઇ ચૌહાણે (ઉ.વ.24) પોતાના ઘરે લોખંડની એંગલમાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મયૂર બે ભાઇમાં નાનો અને અપરિણીત હતો તે ઓનલાઇન કિચનવેરનો વેપાર કરતો હતો. કેટલાક સમયથી ધંધો બરોબર ચાલતો નહીં હોવાથી આર્થિક ખેંચ ઊભી થઇ હતી અને તેનાથી કંટાળી તેણે અંતિમ પગલું ભરી લીધું હતું.