શુક્રવારે (23 ઓગસ્ટ) ઇઝરાયલના મ્યુઝિયમમાં ચાર વર્ષના બાળકની ભૂલથી 3500 વર્ષ જૂનું માટીનો જગ તૂટી ગયો હતો. આ ઘટના ઇઝરાયલની હાઈફા યુનિવર્સિટી સ્થિત હેચટ મ્યુઝિયમમાં બની હતી.
BBC અનુસાર, એલેક્સ તેના ચાર વર્ષના પુત્ર સાથે મ્યુઝિયમની મુલાકાત લેવા આવ્યો હતો. અહીં તેમના પુત્રએ આકસ્મિક રીતે એન્ટિક માટીના જગને ભૂલથી પાડી દીધો હતો. જેના કારણે તે તૂટી ગયો.
એલેક્સે કહ્યું, “મારો પુત્ર જગની અંદર શું છે તે જોવા માગતો હતો. આથી તેણે જગને ખેંચવાનો પ્રયાસ કર્યો, જેના કારણે તે પડી ગયો. આ પછી મેં ત્યાંના સુરક્ષા અધિકારીને આ વિશે જણાવ્યું.