Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શેરબજારે ગયા વીકમાં કેટલા નવા રેકોર્ડ કાયમ કર્યા. જોકે લગાતાર 8 દિવસની તેજી પછી છેલ્લા કારોબારી દિવસે બજાર ઘટાડા સાથે બંધ થયું. માર્કેટ એક્સપર્ટનું માનવું છે કે શેરબજારમાં હવે આગળના સપ્તાહે પણ તેજી જોવા મળી શકે છે.


આની વચ્ચે IIFL સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ (કોમોડિટી એન્ડ કરન્સી) અનુજ ગુપ્તાએ ટાટા સ્ટીલ અને ONGC સમેત પાંચ શેરોમાં ઇન્વેસ્ટ કરવાની સલાહ આપી છે. અનુજના અનુસાર, આ શેરોમાં ઇન્વેસ્ટ કરી ઇન્વેસ્ટર્સ આગલા વીકમાં ઘણો પ્રોફિટ કમાઇ શકે છે. આવો જાણીએ આ 5 શેરના વિશે...


ગયા વીકમાં કેવું રહ્યું હતું શેરબજાર?
ગયા વીકમાં શેરબજારમાં તેજી જોવા મળી હતી. સેન્સેક્સ પાછલા પાંચ કારોબારી દિવસમાં 482.24 અંક એટલે કે 0.77% વધ્યો. નિફ્ટીમાં 176.50 અંક એટલે કે 0.95%ની તેજી રહી હતી.

તો બજારમાં સપ્તાહના પાંચમા અને છેલ્લા દિવસે, એટલે કે શુક્રવાર (2 ડિસેમ્બર)ના ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 415 અંકોના ઘટાડા સાથે 62,868ના સ્તર પર બંધ થયો હતો. નિફ્ટી 116 અંક ઘટીને 18,696ના સ્તર પર પહોંચી ગયો. બજારમાં સતત 8 દિવસની તેજી પછી આ ઘટાડો આવ્યો છે.