Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઝિમ્બાબ્વે સામેની સિરીઝ 4-1થી જીતીને ભારતીય ટીમ હવે શ્રીલંકાના પ્રવાસે જવાની છે. ભારત અને શ્રીલંકા વચ્ચે 3 T20 અને 3 વન-ડે મેચની સિરીઝ રમાશે. ભારતના નવા હેડ કોચ બનેલા પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરનો આ પહેલો વિદેશપ્રવાસ હશે. ગંભીર માટે આ પ્રવાસ એટલે ચેલેન્જિંગ હશે, કારણ કે કોહલી, રોહિત અને જાડેજા પહેલાં જ T20માંથી નિવૃત્તિ જાહેર કરી ચૂક્યા છે અને હાર્દિક પંડ્યા વન-ડે સિરીઝ નહીં રમે.


ગંભીર સામે પ્રશ્ન એ હશે કે વન-ડેમાં કેપ્ટનશિપ કોણ કરશે અને રોહિત-કોહલી નહીં હોય ત્યારે ટીમમાં ઓપનિંગ બેટર તરીકે કોને મેદાનમાં ઉતારવા. અંગત કારણોસર વન-ડે સિરીઝમાંથી બહાર થયેલો પંડ્યા T20ની કેપ્ટનશિપ કરી શકે છે, પણ વન-ડે કેપ્ટનશિપ અંગે હજુ પ્રશ્નાર્થ છે.