ચીનને દુનિયાની ફેક્ટરી તરીકે કહેવામાં આવે છે. પરંતુ ત્યાંના ખરાબ ખરાબ માહોલ, આર્થિક મંદીથી વૈશ્વિક કંપનીઓ હતાશ થઇ રહી છે. આ જ કારણસર કંપનીઓ હવે ક્ષમતા અને વિસ્તરણ માટે ભારત તરફ નજર કરી રહી છે.
આવી જ કંપનીઓમાં સિંગાપોરની જેએલકે ઓટોમેશન સામેલ છે. તેના તરફથી ગણેશ સેતુરમન નવ નિર્માણ સુવિધા સ્થાપિત કરવા માટે ભારત આવ્યા હતા. તેમને દસ્તાવેજ સાથે સંબંધિત પ્રક્રિયાઓને પૂર્ણ કરવામાં છ મહિનાનો સમય લાગ્યો હતો. જે તેમની અપેક્ષા કરતા વધારે સમય લાગ્યો હતો.
જેએલકે હજુ 80 લોકોને રોજગારી આપશે. જો કે કંપનીએ કહ્યુ છે કે જો ભારતનુ ઔદ્યોગિક વાતાવરણ વધારે સારુ રહેશે તો ધીમે ધીમે વિસ્તરણ કરાશે.
વર્લ્ડ બેંકના અધ્યક્ષ અજય બંગા કહી ચુક્યા છે કે ભારત એશિયામાં મેન્યુફેકચરિંગ ટાઇગર બનવાની ક્ષમતા ધરાવે છે. જો કે તેની પાસે સમય ઓછો છે. આશરે 3 અથવા તો ચાર વર્ષ છે. આ સંબંધમાં કેલિફોર્નિયા યુનિવર્સિટીના કાર્તિક મુરલીધરને કહ્યુ છે કે આ બાબત શક્ય છે. ભારતને શિક્ષણ અને નોકરશાહીમાં સુધારા કરવાની જરૂર છે. દેશમાં શિક્ષકોની અછત છે, છતાં પણ તેઓ ભરપુર રજા મેળવે છે. શિક્ષકોની વ્યવસ્થા કરવાની રહેશે.