બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ મંગળવારે દેશ છોડ્યા બાદ પહેલી નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું, 'બંગબંધુ શેખ મુજીબુર રહેમાન, જેમના નેતૃત્વમાં દેશે આઝાદી મેળવી, તેમનું અપમાન કરવામાં આવ્યું છે.'
'તેઓએ (વિરોધીઓએ) મારા પિતાનું અપમાન કર્યું છે, હું દેશવાસીઓ પાસેથી ન્યાયની માગ કરું છું.' શેખ હસીના દેશ છોડીને 5 ઓગસ્ટે ભારત આવ્યાં હતાં. ત્યારથી તે અહીં છે. શેખ હસીનાનું આ નિવેદન તેમના પુત્ર સજીબ વાજેદને ટાંકીને બહાર આવ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું.
શેખ હસીનાએ બાંગ્લાદેશી નાગરિકોને 15 ઓગસ્ટે તેમના પિતા શેખ મુજીબુર રહેમાનની પુણ્યતિથિ મનાવવા વિનંતી કરી હતી. મુજીબુર રહેમાનની 15 ઓગસ્ટ 1975ના રોજ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બીજી તરફ બાંગ્લાદેશની વચગાળાની સરકારે 15મી ઓગસ્ટની રજા રદ કરી દીધી છે.