રાજકોટના જામનગર રોડ પર પડધરીના તરઘડી ગામે ચાની ફેક્ટરીમાંથી રૂ.7 લાખની રોકડ સહિત તસ્કરો તિજોરી ઉઠાવી ગયાની જાણ કરતાં એલસીબી, પડધરી સહિતના પોલીસ સ્ટાફે પહોંચી તપાસ કરતાં સ્ત્રીવેશમાં ઘૂસેલા બુકાનીધારી તસ્કરે ચોરી કરી હોવાનું બહાર આવતા પોલીસે માહિતીને આધારે તસ્કરને સકંજામાં લઇ પૂછતાછ હાથ ધરી છે.
પડધરીના તરઘડી ગામે ઉમિયા ટી પ્રાઇવેટ લિમિટેડ લિ. નામની ફેક્ટરીમાં સવારે સામાન વેરવિખેર હોય એકાઉન્ટન્ટ નિકુંજભાઇએ માલિક રાજકોટ રહેતા રમણીકભાઇ વાલજીભાઇ સાણદિયાને જાણ કરતા તે ફેક્ટરીએ પહોંચી તપાસ કરતાં ઓફિસમાંથી રૂ.7 લાખની રોકડ ભરેલ તિજોરીની ચોરી થઇ હોવાનું જાણવા મળતા તેને પોલીસને જાણ કરી હતી. સીસીટીવીમાં એક સ્ત્રીવેશમાં આવેલ બુકાનીધારી તસ્કર ફેક્ટરીમાં પ્રવેશ કરતો હોવાનું અને રોકડ રકમ સાથે કબાટમાં ફિટ કરેલ તિજોરી કાઢી ચોરી કરી ગયાનું બહાર આવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.